વાંકાનેર : ઢુવાથી માટેલ સુધીનો ૭ કિલોમીટર સીસીરોડ બનશે, ખાતમુર્હત કરાયું

વાંકાનેરના માટેલ યાત્રાધામ જવાનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જેના પગલે અનેક રજૂઆત કરવામાં આવી હતી અને આખરે ઢુવાથી માટેલ સુધીનો ૭ કિલોમીટર સીસીરોડ બનાવવા માટે આજે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

માટેલ ખોડીયાર મંદિરે હજારો શ્રદ્ધાળુઓ જતા હોય છે ઉપરાંત માટેલ રોડ પર અનેક ફેકટરીઓ પણ ધમધમતી હોય છતાં રોડ બિસ્માર હાલતમાં હોય જે અંગે ઉદ્યોગકારોએ અનેક વખત રજૂઆત કરી હતી અને આખરે માટેલ ઢુવા રોડ સીસીરોડ બનાવવા મંજુરી મળી હોય જેથી આજે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું સરકારના લોકભાગીદારી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે સીસીરોડ બનાવાશે જેનું આજે ખાતમુર્હત કરાયું હતું માટેલ ઢુવા રોડ ૬ થી ૭ કિલોમીટર લંબાઈનો રોડ છે જે ૭ મીટર પહોળો આરસીસી રોડ બનાવાશે

લાંબા સમયથી રોડ બિસ્માર હોય જે રોડનું ખાતમુર્હત કરવામાં આવતા ઉદ્યોગકારો, માટેલ દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી રહી છે ખાતમુર્હત કાર્યક્રમમાં ઢુવા અને માટેલના ઉદ્યોગપતિઓ, તેમજ માટેલ, ઢુવા, લાકડધાર ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat