Billboard ad 1150*250

વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા મોરબી ખાતે ચુંટાયેલા ધારાસભ્યનું સન્માન કરાયું :

જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ નું પણ સન્માન કરાયું

0 725

કેતન ભટ્ટી
વાંકાનેર તા. 14
તાજેતરમાં જ યોજાયેલ પેટા ચૂંટણીમાં ચુંટાયેલા મોરબી નાં ધારાસભ્ય અને નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ ચુંટાયેલા મોરબી નાં ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા અને નવા વરાયેલા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરિયા નું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, વાંકાનેર નાં યુવરાજ કેશરીદેવસિંહ, વાઘજીભાઈ ડાંગરોચા, હિરેનભાઈ પારેખ
(મોરબી),કિશોરસિંહ ઝાલા (કોઠારીયા), ગોરધનભાઈ સરવૈયા, મહાવીરસિંહ ઝાલા, વાસુદેવસિંહ ઝાલા સહિત વાંકાનેર તાલુકા ભાજપ નાં કાર્યકરો દ્વારા સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat