વાંકાનેર : મકાન ખાલી કરાવવા મામલે દંપતી પર બે ભાઈઓનો હુમલો

0 43
Above Post Content

વાંકાનેર પંથકમાં મારામારી, ચોરી જેવા બનાવો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણકે અવારનવાર મારામારીના બનાવો બનતા રહે છે જેમાં વધુ એક મારામારીની ઘટના વાંકાનેર નજીકના ચંદ્રપુર ગામમાં બની છે જેમાં દંપતીને મકાન ખાલી કરાવવા મામલે બે ભાઈઓએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે

Middle Post Content

વાંકાનેર નજીકના ચંદ્રપુર ગામના રહેવાસી ઇમરાન ઉર્ફે ભૂરો ઈબ્રાહીમશા પઠાણ (ઉ.વ.૩૫) વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી સિકંદરખાન મજીદખાન પઠાણ (ઉ.વ.૩૭) અને ફિરોજખાન મજીદખાન પઠાણ (ઉ.વ.૪૨) રહે બંને ચંદ્રપુર ગામ તા. વાંકાનેર વાળા બંધુઓએ મકાન ખાલી કરાવવા બાબતે ફરિયાદી યુવાન સાથે ઝઘડો કરીને ફરિયાદી યુવાન તેમજ તેની પત્નીને ઢીકા પાટું માર મારી ગાળો આપી આરોપી ફિરોજખાન પઠાણ લાકડાના ધોકા વડે માર્યાની ફરિયાદ નોંધાવી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat