વાંકાનેર વૃદ્ધાશ્રમના વૃધ્ધો સંગીતના તાલે મન મુકીને ઝૂમ્યા

વૃદ્ધાશ્રમ એ કુદરતનો ક્રમ છે અને દરેકના જીવનમાં આ તબક્કો આવતો જ હોય છે જોકે દરેક વૃધ્ધોને પર્રીવારનો સ્નેહ મળતો નથી કેટલાક વડીલોને ઘરડાઘરમાં પણ પરિવારથી દુર રહેવાનો વારો આવતો હોય છે ત્યારે વાંકાનેરના યુવાનો વાંકાનેરના વૃદ્ધાશ્રમના વડીલો માટે દર માસે વિવિધ કાર્યક્રમો યોજી વૃધ્ધોને આનંદ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે

વાંકાનેર વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર મુસ્કાન આવે અને તેમને સ્નેહ-હુંફ મળે તેવા હેતુથી વાંકાનેર યુવાનો દર માસે કાર્યક્રમો યોજી વૃધ્ધોને ખુશ કરે છે જેમાં તાજેતરમાં વૃદ્ધાશ્રમના વડીલો માટે વાંકાનેરના પરશુરામ ગ્રુપ દ્વારા રફી લત્તા અને મુકેશના જુના વડીલોના સમયના ગીતોના કલેક્શન દ્વારા કરાઓકેના તાલ દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરીક્ષીતભાઈ પંડયા, મયુરભાઈ પંડયા, નિસર્ગ ભટ્ટ, વિરાજભાઈ મહેતા, અશ્વિનભાઈ, પ્રકાશભાઈ પંડ્યાએ સંગીતના જુના ગીતોની રમઝટ બોલાવીને વિવિધ ગીતો રજુ કર્યા હતા અને વડીલોને ખુશ કર્યા હતા
બે કલાક માટે આયોજિત સંગીત સંધ્યા કાર્યક્રમ 3 કલાક ચાલ્યો હતો અને વડીલો મન મુકીને ઝૂમ્યા હતા અને થોડા કલાકો પૂરતા પણ પોતાના દુખ દર્દ ભૂલ્યા હતા ત્યારે વાંકાનેર પરશુરામ ગ્રુપના યુવાનોના અનેરા પ્રયાસને સૌ કોઈ આવકારી રહ્યું છે અને વડીલો માટે કરી રહેલા ઉમદા કાર્યને બિરદાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat