Billboard ad 1150*250

વાંકાનેરના ખેરવાનો યુવાન કોરોના સામે જંગ જીત્યો, ચરાડવાના ચાર ઘરો કંટેનમેન્ટ ઝોનમાં

0 537
Post ad 1

        મોરબી જીલ્લામાં આજે ૧૫ મો કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો જેમાં હળવદના ચરાડવાના આધેડનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ચરાડવા ગામના ચાર ઘરોને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે

        મોરબી જીલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે રાજકોટ ખાતે સેમ્પલ લેવામાં આવેલ હળવદના ચરાડવાના આધેડનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેને પગલે તંત્ર દ્વારા તાકીદે કામગીરી શરુ કરવામાં આવી હતી હળવદના ચરાડવા ગામના દેવીપુજકવાસના ચાર ઘરના ૨૨ ની વસ્તીને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે જયારે દેવીપુજક વાસના પોઝીટીવ દર્દીના ઘર સિવાયના અન્ય ઘર, રાજપૂત શેરી, ભરવાડવાસ, રણવાળી માતા શેરી સહિતના વિસ્તારના ૧૪૨ ઘરના ૭૨૬ ની વસ્તીનો બફર ઝોનમાં સમાવેશ કરાયો છે

Post ad 3

મોરબી જીલ્લાના છઠ્ઠા દર્દીએ કોરોના સામેનો જંગ જીત્યો

        મોરબી જીલ્લામાં અગાઉ પાંચ દર્દી ડીસ્ચાર્જ થયા હોય અને એક યુવાનનું મોત થયું હતું દરમીયાન છઠ્ઠા દર્દીએ કોરોનાને મ્હાત આપી જંગ જીત્યો છે વાંકાનેરના ખેરવા ગામનો યુવાન રાજકોટ હોસ્પિટલમાં દાખલ હોય જેની તબિયત સ્વસ્થ થતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે 

Comments
Loading...
Share This
WhatsApp chat