Billboard ad 1150*250

વાંકાનેરના મેસરિયામાં પ્રેમસંબંધમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

0 98
Post ad 1

        વાંકાનેરના મેસરિયા ગામે પ્રેમસંબંધ મામલે યુવાનની નિર્મમ હત્યા નીપજાવી દેવામાં આવી હોય જે બનાવ બાદ તુરંત હરકતમાં આવેલી તાલુકા પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Post ad 2

        વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે હત્યાના બનાવ મામલે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા સંજય છગનભાઈ કોળીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકના ફરિયાદ નોંધાવી છે કે તેનાભાઈ વિજયભાઈ છગનભાઈ કોળીને આરોપી જયંતિ મેરાભાઇ રાઠોડની બહેન સાહેદ રંજન ઉર્ફે ગુડી સાથે પ્રેમ સંબધ હોય અને આરોપી જયંતિ બંનેને સાથે જોઈ જતા તેને વિજયને છાતી તથા શરીરના ભાગે છરીના ધા મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકભાઈ ભાઈની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી  

જે હત્યાના બનાવ સંદર્ભે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી જયંતિ મેરાભાઈ રાઠોડ રહે મેસરિયા વાળાને ગણતરીની કલાકોમાં વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી ઝડપી લીધો છે અને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat