ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રાનું મોરબીમાં સ્વાગત કરાયું

સોમવારે કલેકટરને આવેદન પાઠવશે

ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા જે આખા ગુજરાતમા 8000 કિલોમીટર ફરીને દરેક ગામ અને 33 જીલ્લા ફરી ગૌમાતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે નીકેળેલી ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા રવિવારે મોરબી આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ગુજરાત ગૌ ક્રાંતિ યાત્રા મોરબીમાં રવિવારે પહોંચી હતી જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બજરંગદળના પ્રમુખ કમલભાઈ દવે, જિલ્લા પ્રમુખ જીગ્નેશભાઈ મિસ્ત્રી, ઉપપ્રમુખ વિક્રમભાઈ શેઠ, શહેર ઉપપ્રમુખ ચેતનભાઈ, ચિરાગભાઈ, કૃસપભાઈ અને કરણ પરમાર, ગૌરક્ષક દિનેશભાઇ લોરીયા, શિવસેના પ્રમુખ કમલેશભાઈ તેમજ દિગુભા સહિતના આગેવાનો તેમજ તમામ હીન્દુ સંગઠન તેમજ ગૌભક્ત અને ગૌસેવક દ્વારા મહારાણા પ્રતાપ ચોક સામાકાંઠે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગૌમાતાની પૂજા કરી આરતી કરવામાં આવી હતી

ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા દરમિયાન તા. ૧૨ ને સોમવારે સવારે ૧૧ કલાકે મોરબી કલેકટર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવશે રેલી યોજી આવેદન પાઠવીને ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat