Billboard ad 1150*250

કપાસમાં કડાકા બાદ હવે શું થશે? સિંગતેલમાં તેજી અટકશે?

0 175
Post ad 1

એગ્રી કોમોડિટી બજારોમાં વિતેલું સપ્તાહ અફરાતફરી વાળું રહ્યું હતું. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર શરૂ થત્તા વૈશ્વિક કોમોડિટી બજારો તુટ્યાં હોવાથી ઘરઆંગણે પણ અનેક કોમોડિટીમાં ધોવાણ થયું હતું. ખાસ કરીને મોટી અસર કપાસ-રૂની બજાર ઉપર પડી હતી. બીજી તરફ ઘરઆંગણે સિંગતેલની બજારમાં લાલચોળ તેજી હતી, પરંતુ હવે બજારો અટકી જાય તેવી સંભાવનાં છે.

વૈશ્વિક બજારમાં અમેરિકાએ ચીન માટેની ટેરિફમાં વધારો કર્યો હોવાથી કપાસ-રૂનાં ભાવ ગગડી ગયાં હતાં. ઘરઆંગણે રૂનાં ભાવ ખાંડીએ રૂ.૨૫૦૦ ઘટીને રૂ.૪૪,૦૦૦ની નીચી સપાટીએ પહોંચી ગયાં હતાં.  રૂમાં આગળ ઉપર ભાવ હજી પણ થોડા નીચા આવે તેવી સંભાવનાં છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રૂનાં ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ૩૧૫ લાખ ગાંસડી મૂક્યો હતો, પરંતુ સામે આયાત વેપારો વધવાની પણ આગાહી કરી હતી. વૈશ્વિક ભાવ તુટ્યાં હતાં. વળી ભારતીય રૂ હાલમાં સૌથી મોંઘું હોવાથી નિકાસ વેપારો ઠપ્પ છે. પરિણામે આગામી દિવસોમાં કપાસ-રૂનાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવનાં એક જિનર્સે વ્યક્ત કરી હતી.

મગફળી-સિંગદાણાની બજારમાં તેજીને પગલે સિંગતેલનાં ભાવ પણ ઊંચકાયાં હતાં. સિંગતેલનો ડબ્બો વધીને રૂ.૧૭૫૦ની ઉપર પહોંચ્યાં બાદ હવે તેજીને બ્રેક લાગે તેવી ચર્ચા છે. ખાસ કરીને નાફેડ દ્વારા જો મગફળીનું વેચાણ વધારવામાં આવે તો જ બજારો ઘટી શકે તેવી સંભાવનાં છે. સિંગતેલ લૂઝનાં ભાવ રૂ.૧૦૫૦ થઈને હાલ રૂ.૧૦૦૦ આસપાસ છે.

Post ad 2

ધાણા-જીરૂ, એરંડા બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. જીરૂમાં નિકાસ વેપારો ઠંડા પડ્યાં છે. એરંડામાં બે તરફી ચાલ છે. એરંડા વાયદો લાંબાગાળે હજી વધે તેવી સંભાવનાં છે.

લસણમાં ખેડૂતોએ હવે સાવચેત રહેવું

લસણ બજારમાં લાલચોળ તેજી છે અને ભાવ મણનાં સારી ક્વોલિટીમાં રૂ.૧૧૦૦થી ૧૨૦૦ થઈ ગયાં છે. હાલ ગુજરાતનાં સ્ટોકિસ્ટો મોટા પાયે સ્ટોક કરી રહ્યાં છે. આગામી દિવસોમાં જો ઊંચા ભાવથી ડિ-હાઈડ્રેશન લસણની માંગ ઘટે તો તેજી અટકી શકે છે, પરંતુ સાવચેત રહેવું અને વેચાણ કરવામાં બજારની ચાલ જોઈને નિર્ણય લેવો. ઉતાવળ કરવી નહીં.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat