મગફળી-કપાસના ભાવાંતર યોજનાનું અમલીકરણ ક્યારે ? ખેડૂતોને મૂંઝવતો મસમોટો પ્રશ્ન

મોરબી માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટરે કરી મુખ્યમંત્રીને રજૂઆત

0 83
Above Post Content

સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગે અપૂરતા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હોય જે થોડો ઘણો પાક ઉત્પન્ન થયો છે તે પાણીના અભાવે વહેલો બજારમાં આવી જશે જેના કારણે ખેડૂતોને નાં છૂટકે આં ખરીફ પાક નાણાકીય અછતને લીધે વેચાણ કરવાની ફરજ પડશે ત્યારે સરકારની ભાવાંતર યોજનાની ઘોષણા થાય તે પુરતું નથી પરંતુ તેની અમલવારી અંગે ગંભીરતા દાખવવી જોઈએ

Middle Post Content

મોરબી માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર કે પી ભાગિયાએ મુખ્યમંત્રી ને પત્ર પાઠવી જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે યોજનની સમયસર જાહેરાત કરેલ છે પરંતુ ગુજરાત સરકાર મગફળી કોભાંડમાં કહેવાતા મોટા માથાઓને બચાવવા ભાવાંતર યોજના પડતી મુકવાનું ષડ્યંત્ર તો નથી રચતી ને તેવા સવાલ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યા છે ગુજરાત સરકારે એક માસ અગાઉ યોજના અંગે સેમિનારો અને મીટીંગો યોજી હતી અને જાહેરાત દ્વારા સ્વપ્ન દેખાડ્યા હતા જોકે ભાવાંતર યોજનાથી થતા ફાયદા સમય શક્તિ નાણાનો, ભ્રષ્ટાચારમાં અંકુશ થશે અને ખેડૂતોને તમામ જંજટમાંથી મુક્તિ મળશે

જોકે રાજ્ય સરકારના અધિકારી અને પદાધિકારી ભાવાંતરના અમલીકરણ માટે તૈયારી નથી દાખવતા જેથી ખેડૂતોને માયાકાય પ્રશ્નનો ઉતર શોધવા ૨૦૧૯ ની ચુંટણીની રાહ તો નહિ જોવી પડે ને તેવી ચિંતા સતાવી રહી છે જેથી ખેડૂતોની વ્યાજબી વાતને મંજૂરીની મહોર લગાવી ભાવાંતર યોજના દાખલ કરવાની માંગ કરી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat