Billboard ad 1150*250

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી માટે ડ્રો ક્યારે ?

0 87
Post ad 1

સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી વેદના ઠાલવી

        મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરવાની કાર્યવાહી કરી નથી અને લાભાર્થીઓને મકાન ફાળવતા ના હોય જે અંગે સામાજિક કાર્યકરોએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને વેદના ઠાલવી છે અને ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં યોગ્ય કદમો ઉઠાવવા માંગ કરી છે

        મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, રાજુભાઈ ભંભાણી અને જીગેંશભાઈ પંડ્યાએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાને ત્રણ વર્ષ થયા છે છતાં આ મકાનોની ફાળવણી કરવામાં આવી નથી આવાસ યોજનામાં અંદાજે ૫૦૦ થી વધુ લાભાર્થીઓએ રૂપિયા ભરેલ હોવા છતાં લાભાર્થીઓને રૂપિયા પરત મળ્યા નથી તેમજ મકાન મળ્યા નથી

લાભાર્થીઓએ ફોર્મ ભરીને ઘરના ઘરનું સપનું જોયું હતું મુખ્યમંત્રી આવાસ યોજનાના ઘરો સોપવામાં આવ્યા નથી ત્યારે તિરાડો જોવા મળે છે જેથી આવાસ યોજનાની આયુષ્ય કેટલી છે તે જણાવવા વિનંતી કરી છે અને લાભાર્થીઓ હજુ ભાડાના મકાનમાં રહે છે જેથી તાત્કાલિક આવાસ યોજનાનો ડ્રો કરીને મકાનો ફાળવવાની માંગ કરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat