Billboard ad 1150*250

આદર્શ માતા કસોટી-2019 માટે કાર્યકર્તા માર્ગદર્શન શિબિર યોજાઈ

0 41
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કોમનમેન ફાઉન્ડેશન-મોરબી આયોજિત અને ડૉ.સતિષભાઈ પટેલ દ્વારા માર્ગદર્શીત આદર્શ માતા કસોટી -2019 નું આયોજન થઈ રહ્યું છે, એના માર્ગદર્શન માટેની માર્ગદર્શીત શિબિરમાં ખુબજ બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો કાર્યકર્તાઓએ હાજર આપી હતી,

Post ad 2

શરૂઆતમાં દિનેશભાઈ વડસોલાએ સૌના સ્વાગત સાથે કાર્યક્રમની રૂપરેખા આપી ત્યારબાદ કોમનમેન ફાઉન્ડેશન એ.આર.ચન્દ્રાસલાએ કાર્યક્રમનું બજેટ રજૂ કર્યું આ કસોટીનું અથ થી ઈતિ સુધીનું બજેટ રૂપિયા અગિયાર લાખ જેટલું રજૂ કર્યું જેમાં ત્રણ થી ચાર લાખના ઈનામો, જાહેરાત પ્રચાર પ્રસાર, કસોટી લેખિત પરીક્ષા, હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન, વેલ ડ્રેશ કોમ્પિટિશન, મૌખિક પરીક્ષા, માઈક સિસ્ટમ,મંડપ સર્વિસ વગેરેનો ખર્ચનો સમાવેશ થાય છે, ડો.દિનેશ પટેલ આ કાર્યક્રમ ને ખુબજ બિરદાવ્યો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું ત્યારબાદ ડો.સતિષભાઈ પટેલ કે જેઓ આ સમગ્ર કાર્યક્રમના પ્રોડયુસર,ડિઝાઈનર, અને ગાઈડ છે

એમને જણાવ્યું કે આજના આ વોટ્સએપ યુગમાં માતા એમના બાળકનું યોગ્ય રીતે લાલન,પાલન અને પોષણ કરે,એ માટે સમગ્ર મોરબી જિલ્લા માટે આ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે,જેનું રજીસ્ટ્રેશન તા.15.6.19 થી તા.31.10.19 સુધી કરવામાં આવશે, જે બહેનોને વધુમાં વધુ ત્રણ સંતાન હોય,જે પૈકી એક બાળક સાત વર્ષથી નાનું હોવું જોઈએ, એ બહેન મોરબી જિલ્લામાં રહેતી હોવી જોઈએ, તેમજ વર્ષ 2016 ની આદર્શ માતા કસોટીમાં જેમને 1 થી 11 નંબર પ્રાપ્ત કરેલ હોય એ બહેન ભાગ લઈ શકશે નહીં,તા.22.12.19 થી તા.31.12.19 દરમ્યાન આ કસોટીનું આયોજન થશે, આદર્શ માતાની સાથે સાથે “હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન” યોજાશે

જેમાં બાળ રોગ નિષ્ણાંત ડોકટર દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે,અને 1 થી 3 નંબર પ્રાપ્ત કરનારને ઈનામો આપવામાં આવશે એવીજ રીતે બાળકો માટે “વેલ ડ્રેશ કોમ્પિટિશન” જેમાં ઋતુ અનુસાર, પ્રસંગ, સમયાનુસાર બાળકને કેવા આદર્શ વસ્ત્ર પરિધાન પહેરાવી શકાય એની હરીફાઈ યોજવામાં આવશે, એમાં પણ 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર બાળકને ઈનામો આપવામાં આવશે અને બાળકોને મળેલ માર્ક માતાએ મેળવેલ માર્કમાં ઉમેરવામાં આવશે, ત્યારબાદ 70 માર્કની લેખિત કસોટી લેવામાં આવશે જેનો અભ્યાસ ક્રમ “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તક રહેશે, છેલ્લે 1 થી 100 ક્રમાંક પ્રાપ્ત કરનાર બહેનોને પસંદ કરવામાં આવશે, એ 100 બહેનો પૈકી પ્રથમ 1 થી 11 બહેનો માર્કિંગના આધારે પસંદ થશે, જેની હજારો માણસો વચ્ચે મૌખિક કસોટી લેવામાં આવશે જેમાં ખ્યાતનામ ડોકટરોની ટીમ પ્રાશ્નોત્તરી કરશે, બાળવાર્તા કહેવાની રહેશે,હાલરડું ગાવાનું રહેશે, આ બધી હરીફાઈના આધારે 1 થી 11 ક્રમ નક્કી થશે જેમાં પ્રથમ નબરને બ્યુટી કવિન ને પહેરાવે એવો સુવર્ણ મુકુટ તાજ પહેરવામાં આવશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat