મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એશોશીએસન દ્વારા વર્લ્ડ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૧ ડિસેમ્બરના દિવસે ‘વર્લ્ડ એઈડ્સ ડે’ તરીકે મનાવવામાં આવે છે. જેમ્સ ડબ્લ્યું. બન અને થોમસ નેટરને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં ગ્લોબલ પ્રોગ્રામ ઓન એઈડ્સના એક્ઝિક્યુટિવ્સ તરીકે સ્વિટ્ઝરલેન્ડના જિનીવા ખાતે નિમણુંક કરવામાં આવી હતી. અને તેઓ દ્વારા પ્રથમ વખત ઓગસ્ટ ૧૯૮૭ માં વર્લ્ડ એઈડ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. અને ૧૯૮૮ના વર્ષથી ૧ ડિસેમ્બરના દિવસને દર વર્ષે સમગ્ર વિશ્વમાં પણ વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસિયેશન મોરબી બ્રાન્ચ દ્વારા પ્રમુખ ડો.વિજય ગઢીયા, પ્રોજેક્ટ ચેરમેન જયેશ સનારિયા, સેક્રેટરી ડો.દિપક અધારાએ આજે “વર્લ્ડ એઈડ્સ ડે” નિમિત્તે એઈડ્સ વિષે જાણકારી આપી હતી. અને મોરબીની સ્પર્શ સ્ક્રીન એન્ડ કોસ્મેટિક ક્લિનીકના ડો. જયેશ સનારિયા દ્વારા પત્રિકાઓનું વિતરણ કરીને એઈડ્સ વિશે જાણકારી અને સમજ આપી હતી.

Comments
Loading...
WhatsApp chat