Billboard ad 1150*250

યુટ્યુબ ગર્લ ધ્યાનીએ કર્યું આ ગુજરાતી ફિલ્મનું પ્રમોશન અને સાથે સાથે….VIDEO

0 116
Above Post Content


વાંકાનેરની રહેવાસી ધ્યાની જાની હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી રહી છે અને તે તેના વીડિયોના ૧૧ કરોડથી પણ વધુ વ્યૂઅર યુટ્યુબ પર છે. યુટ્યુબ દ્વારા ધ્યાનીની ચેનલને સિલ્વર મેડલ પણ મળેલ છે. ધ્યાની નાની ઉંમરમાં જોરદાર કિરદાર નિભાવે છે દરેક વીડિયોમાં રાઇટીંગ અને ડાયરેક્શન ધ્યાનીના પિતા ધવલભાઈ જાની દ્વારા કરવામાં આવે છે.

Middle Post Content

યુ-ટ્યુબ પર ધૂમ મચાવનાર ધ્યાનીની લોકપ્રિયતાને જોઈને તેને અનેક ગુજરાતીના મુવીના ખાસ પ્રમોશન માટે બોલવામાં આવે છે. આગુ પણ ધ્યાનીએ અનેક મુવીના પ્રમોશન કરાયા છે ત્યારે ૧૧ જાન્યુઆરી ના રોજ રીલીઝ થનાર ગુજરાતી મુવી “શોર્ટસર્કિટ” ની ફિલ્મ કાસ્ટ રાજકોટમાં આવ્યા હતા અને જ્યાં ધ્યાનીને ઇન્વાઇટ કરવામાં આવી હતી. સ્ટાર કાસ્ટ ધવનિત ઠક્કર, કિંજલ રાજપ્રિયા, સ્મિત પંડ્યા સાથે ધ્યાનની યુટ્યુબ ચેનલ @theyanitube માટે એક સ્પેશિયલ એપિસોડ શૂટ કરવામાં આવ્યો છે. જેમાં ધ્યાની તેની આગવી અદામાં એક્ટ્રેસ કિંજલની સાસુ બની છે. આ એપિસોડ ટૂંક સમયમાં ધ્યાનીની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવશે.

શૂટિંગ દરમિયાન સ્ટારકાસ્ટે ધ્યાની સાથે ખુબ જ મસ્તી કરી અને હીટ સોંગ પર વિડિયો બનાવ્યો હતો જે લોકોમાં ખુબ જોવાઈ રહ્યો છે થોડા સમય પહેલાં ગુજરાતી મુવી “શું થયું” અને “મિડનાઇટ વિથ મેનકા”ફિલ્મનું પ્રોમોશન પણ ધ્યાનીએ કર્યું હતું.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat