

ટંકારા તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા તારીખ 24 માર્ચ ના રોજ વિશ્વ ટી બી દિવસની ઉજવણી કરાયેલ. લોકોને ટીબી ના રોગ તથા તેની સારવાર અંગે માહિતી અપાયેલ. ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટી બી ના પરીક્ષણ માટે ટ્રનાટ મશીન આવેલ છે .વધુમાં વધુ દર્દીઓને લાભ મળે તે માટે પ્રાઇવેટ ડોક્ટરો તથા પોલીસ સ્ટાફ સાથે મીટીંગ યોજાયેલ. મશીન ની કામગીરી અંગે માહિતી અપયેલ. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બ્રિજેશ મુંગરા તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશ કે પટેલ ટી બી સુપરવાઇઝર પ્રતીક દેવમુરારી ઉપસ્થિત રહેલ અને જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે માસ્કનું વિતરણ કરાયેલ

